Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ ની અનુભૂતિ

================
વિવેક એટલે...સાર અને અસાર નો ભેદ જાણી વર્તન કરવું..
દેહનો પ્રેમ ગૃહસ્થી વિવેક છે, મર્યાદા માં, એ પ્રાકૃતિક સાર છે, પરંતુ મર્યાદા ભંગ પ્રેમ અસાર છે , અવિવેકી છે...
દેહાતિત અનાસક્તિ નો પ્રેમ બધા માટે સાર છે.. વિવેક છે
મનમાં હેતુ ભોક્તા ભાવ અવિવેક છે.. પ્રેમ ભોક્તા ભાવ થી
ઉપર છે, ત્યાગ છે. દેહની આસક્તિ થી પર છે.

રૂહાની મસ્ત કમાલ એ, દિલ પામ્યા છે
ઈબાદત કરતા શાંતિ  દિલમાં પામ્યા છે;
જિહ્વા થકી વર્ણન,  થઈ શકે ના કદાપિ,
દિલદાર રહેનુમાઈ  એ દિલમાં પામ્યા છે;


આ બ્રહ્માંડ માં પ્રેમ કર્યા વગર કોઈ રહી શકતું નથી.પ્રેમ એ
પ્રાકૃતિક સૌંદર્ય છે, પુર્ણતા નો અહેસાસ અને અનુભૂતિ છે.
પ્રેમ કુદરતી છે, ટકાઉ છે , નિત્ય છે , શાશ્વત છે.ગુસ્સો શાશ્વત નથી , ક્ષણિક છે. અપુર્તિ નો સ્વરૂપ છે. કંઈક ખૂટતું લાગે, ઈચ્છા વિરુદ્ધ થાય એટલે ગુસ્સો આવે. એ. વિવેક નથી. સ્વાભાવિક છે. પ્રાકૃતિક ગુણ છે, તમસ નું સ્વરૂપ છે.

આંખો થી વરસતી, દિલ એ નૂરાની હતી
ઈબાદત દિલની,    ઘણી જ રૂહાની હતી;
રાહ  કંટકોનો છે,જરૂર છે મંઝીલ તરફનો,
ફૂલો સમી ભાવના, દિલમાં સુહાની. હતી;

પ્રેમ માં ગુસ્સો આવે જ નહિ, એમાં તો રિસામણા અને મનામણાં હોય છે. યુગલ સ્વરૂપ ની ઝાંખી એદ્વૈતની પરાકાષ્ઠા એ પહોચતા ઐક્ય ની અનુભૂતિ કરાવે છે એ જ
સાચો પ્રેમ છે. શ્રી કૃષ્ણ અને ગોપીઓ નો આવો વિશુદ્ધ પ્રેમ
છે. શ્રી કૃષ્ણ ના ગોકુળ,( વૃંદાવન) છોડીને ગયા પછી રાધા રાણી કદી પણ ક્યાંય ગયા જ નથી. એમણે પ્રેમ ની પરાકાષ્ટા
પામી દેશ અને કાળ ને જીતી લીધો છે, તેથી તેમને સર્વત્ર
શ્રી કૃષ્ણ ની અનુભૂતિ થાય છે, આ છે પ્રેમ ની દિવ્યતા અને
પ્રેમ માં વિવેકપૂર્ણ વ્યવહાર.

શરારત નો સાર , દિલ તસલ્લી મળે છે
પ્રેમ ની પરાકાષ્ઠા માં  મસ્તાની મળે છે;
બેહદ  ચાલ છે, હદની , બહાર ખાસ છે;
મૃત્યુ પ્રતિ હર શ્વાસે,જીંદગાની મળે છે;

પ્રેમ ના સ્વરૂપ અલગ અલગ હોય છે, પરંતુ ધ્યેય તો એક જ હોય છે. પ્રિય પાત્ર, માં, બહેન, મિત્ર, ગુરુ, ઈશ્વર કે પછી
પ્રિયતમ શરણાગતિ અને આત્મનિવેદન પુર્ણ રૂપે જરૂરી છે.
આને જ વિવેક પુર્ણ દ્વેત ભાવના ની સામાજિક પુર્ણતા કહી શકાય. વાસ્તવિક જીવનમાં પ્રેમ વ્યવહારમાં લાવી શકાય પરંતુ એમાં મર્યાદા નું પાલન કરવું પડશે.અધ્યાત્મ માં પ્રેમ
મર્યાદાઓ ની પેલે પાર છે, ત્યાં દેહાભિમાન હોતું જ નથી.પછી મર્યાદા ની વાત જ નથી.

મિજાજ ખૂશશહાલ છે, જીંદગી ચમન મહીં
ફૂલ સમાન નજાકત છે,   જીંદગી ચમન મહીં;
સવાર સુહાની અવતરિત,  આ અવનિ ઉપર ,
મૌજ છે  ઝાકળ સમી,   જીંદગી ચમન મહીં;


પ્રેમ એટલે ઈશ્વર નું જ અલગ અલગ સ્વરૂપે અને અલગ
ભાવનાત્મક લૌકિક અને અલૌકિક અવતરણ છે. એની અનુભૂતિ માટે વિશુદ્ધ ભાવે નિર્લેપભાવે ભાવે શરણાગતિ છે
આવા પ્રેમ માં જ પુર્ણતા ની અનુભૂતિ છે.

ધીમે ધીમે પ્રસરી જશે,  મીઠું ઝેર હ્દયમાં,
અમૃત મય અહેસાસ હશે,ક્યાંક કદી કદી;
દુઃખ દર્દ ક્ષણિક હોય છે, અણસમજુઓ,
શાશ્વત પ્રેમાનંદ હ્દયે છે,   ક્યાંક કદી કદી;

==========??======??========

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111284127
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now