આગળ વધવું છે બસ..
એજ વિચારથી બધી તકલીફો કાપી છે,
જેટલી પણ Error હતી, વાંચી નથી, બસ Ok આપી છે..
કુદરત ને જે વાત ની ઈચ્છા હતી,
એ વાત ને થવા દીધી છે,
અફવાઓને હવા નહિ દવા દીધી છે.
કઈક થયું એવું કે જે મારા હાથમાં નહોતું,
કહેવાયું ઘણું એવું જે વાતમાં નહોતું.
ભૂલ થઈ ગઈ તો ક્ષમા માંગી,
બીજાની ભૂલ પર ફરમાવી માફી છે.
જેટલી પણ Error હતી, વાંચી નથી, બસ Ok આપી છે..
અઘોર અંધારને કાપવા એક તણખો કાફી છે,
તમે દીવાને, અમે ખુદ દિલને આગ ચાંપી છે.
જેટલી પણ Error હતી, વાંચી નથી, બસ Ok આપી છે..
મગજ ના મોકા યંત્રથી નહિ..
હ્રદયના હોકાયંત્રથી જિંદગી જીવી છે.
એટલે થોડી વધુ Error આવી છે..
વાંચી તો આમ પણ નથી, ખાલી Ok આપી છે..