શક્તિ
એક પુરુષ ની સફળતા માં સ્ત્રી નો ફાળો હોય છે, તેમ કહેવાય છે પણ તે છે કે નહિ તે ખબર નહિ ?
પણ જન્મ પહેલા જ અંકુરિત બીજ થી
માતા જેવી સ્ત્રી કે સ્ત્રી જેવી માતા થી
ગર્ભનાળ થી જોડાય છે
પછી શિશુવય થતા શિશુવિહાર એ જતા
ત્યાં કામ કરતી માસી અને શિક્ષિકા થી જોડાય છે (હવે શિશુવિહાર માં પિયુન કે સર નું ચલણ સંભળાય છે બાકી પહેલા તો માસી ને મેડમ જ હતા )
ઘરે ભાઈ નાનો હોય તો માં રૂપે બહેન વાત્સલ્ય વહેવડાવતી હોય છે ને ભાઈ
મોટો હોય તો દીકરી બની વાત્સલ્ય માણતી
હોય છે
થોડો વયસ્ક થતા તેના જૂથ માં દોસ્તારો સાથે બહેનપણી ઓ જોડાય છે
ને ધીમેધીમે દોસ્તાર કરતા બહેનપણી અંગત થતી જાય છે, દરેક મિત્રતા સફળતા સુધી નથી પહોંચતી કેટલીક ઉંબરો વટાવે છે
(સફળ ન થયેલી મિત્રતા પણ હૃદય ના કોઈ ખૂણે છેલ્લા શ્વાસ સુધી જીવી જાય છે )
યુવાન થતા અર્ધાંગિની નું થયુ આગમન
ફેરા ફેરાય છે સાથે જીવવા ના સોગંદ
લેવાય છે એક અજ્યાણી સ્ત્રી અર્ધું
અંગ બની સમાઈ જાય છે
સંસાર માં પણ તે જ સ્ત્રી તેજોવલય
પાથરતી દીકરી રૂપે અવતરી મારો જન્મ સાર્થક કરે છે (તે જેને દીકરી હોય તેને વધારે સમજાશે કારણ દીકરી કેહવાની કે સમજાવવાની નહિ પણ માણવાની, જાણવાની ને મેહસૂસ કરવાની લાગણી છે, જે સંસારે દીકરી નથી તે સંસાર ગોળ વગર ના કંસાર જેવો છે )
અને દીકરી ના આગમન થી જ સ્ત્રી પુરુષ
જેવા શબ્દો નું સ્થાન બાપ -દીકરી, ભાઈ -
બહેન જેવા સંબધો લે છે , ને જીવન સાર્થક થાય છે
આમ પુરુષ ની સફળતા માં સ્ત્રી છે કે નહિ ખબર નહિ ! પણ સુનિશ્ચિત પણે તેના અસ્તિત્વ માં સ્ત્રી રૂંવે રૂંવે વણાયેલ છે, કદી શિક્ષિકા બની, કદી પત્નિ રૂપે તો કદી વહાલસોઈ દીકરી રૂપે........