તું મીંઢી મીંઢી લાગણી,
હેવાયો થયો હુ,મોહી ગયો હુ,
કે તારી મીંઢી મીંઢી લાગણી,
જાણે અજાણે મલી ગયી છે તુ,
લાગતું વળગું બધુ ભુલાવે તુ,
મન મારુ એવું તે કેવું ધુમાવો તુ,
કે નજરની સામે બસ હવે તુ દેખાતી,
આ કેવી તારી મીંઢી મીંઢી લાગણી,
ચાંદની કેવી છે ઝળહળતી રાતની,
વિના સંગાથે આ પ્રિત મારી વહેતી,
અનેરી અલબેલી ઝંખના છે આ તારી,
લાગણી મારી તુ, માગણી મારી તુ,
કે ચાંદની સામે બસ હવે તુ દેખાતી,
આ કેવી તારી મીંઢી મીંઢી લાગણી,