Gujarati Quote in Blog by Bhavna Bhatt

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*આરાધના ચોથું નોરતું* લેખ.... 2-10-2019

આરાધના કરવાનો આ ચોથો દિવસ છે... નવરાત્રીના નવ દિવસ નું અલગ-અલગ મહત્વ છે...
આજનું ચોથું નોરતું શ્રી કૂષ્માંડા માતાજી નું છે...
" રુધિરથી રેલમછેલ અને મદિરાથી પરિપૂર્ણ, કલશને બંને કરકમળોમા ધારણ કરવાવાળી માં કૂષ્માંડા દુર્ગા દેવી આપણા સૌ માટે શુભદાયીની હો " ...
જેમનાં ચરણોમાં બેસીને સમગ્ર જ્ઞાનની ગંગોત્રી ઝીલવા મળે છે એવા મમતામયી ભગવતી ની આરાધના કરવાનો આજે અનેરો દિવસ છે.... જ્ઞાનીના બહુમાન થી જ્ઞાન તણા બહુમાન... માટે જ સારા અને સાચા જ્ઞાન માટે માં ભગવતી ની આરાધના કરજો... આજે આરાધના કરવા માટે અને ભક્તિ ની શક્તિ મેળવવા ... મંત્ર તંત્રના દ્રષ્ટિકોણથી લીલાં રંગની માળા... લીલું આસન... લીલાં વસ્ત્રો અને લીલાં રંગમાં નવદુર્ગા નો મંત્ર ગર્ભિત જાપ તનના સ્વાસ્થ્ય માટે બહુ સૂચક મનાયો છે. લીલો રંગ એનર્જી ને ગ્રહણ કરે છે... માટે તો વૃક્ષનાં પાંદડાંઓમા રહેલું 'કલોરોફીલ' આપણને "ઓઝોન" આપવામાં સહાયક બને છે. પ્રાચીન સરસ્વતીકલ્પ પ્રમાણે સરસ્વતી માતાજી ની સાધના પણ લીલાં રંગમાં કરવાની રહે છે..
"ૐ હ્રીં દુ દુર્ગાયે નમઃ " નો જાપ ભક્તિ ની જ્ઞાનની ગંગોત્રીનું
" પીન પોઈન્ટ " ખોલી આપે છે તેમજ તનની તબીયતનું તૂટેલું તારામૈત્રક રચી આપે છે..
ઉજળા હૈયે ને ઉરના ઉમંગે માં ભગવતી ને પ્રણામ કરજો...
બોલો દેવી માં ની જય હો...
ભાવના ભટ્ટ અમદાવાદ......

Gujarati Blog by Bhavna Bhatt : 111264473
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now