#gandhigiri
નાટકોના એક અભિનેતાને મેં પૂછ્યું કે તમને કઇ ભૂમિકા હજુ સુધી ન કર્યાનો અફસોસ છે? તેમણે કહ્યું"ગાંધીજીની". કોઇપણ ભૂમિકાને અંજામ આપી શકતા એ અભિનેતાએ જ્યારે કારણ આપ્યું ત્યારે મને નવાઇ લાગી. તેણે કહ્યું કે મેં રંકથી લઇ રાજાની ભૂમિકાઓ ભજવી છે. એક નાટકમાં મને ગાંધીજીની નાની ભૂમિકા મળી ત્યારે મેં લઇ લીધી. પણ જ્યારે એ પાત્ર માટે રિહર્સલ શરૂ કર્યા ત્યારે મારા દિલ પર ભાર વધી ગયો. મારામાં એવો એકપણ ગુણ ન હતો કે હું એમની ભૂમિકા ભજવી શકું. મારું દિલ રાજી ના થયું અને મેં ના પાડી દીધી. ત્યારે મને ખ્યાલ આવ્યો કે 'ગાંધી બનવું' સરળ નથી.