આજ એક ખાણીપીણી ના વ્યવસાયી સાથેની વાતચીત હું શેર કરું છું.....હું એક વેપારી છું જેની આજ એટલી કફોડી હાલત બની છે કે વાત ના પૂછો હું ખાણીપીણી ના વ્યવસાય સાથે જોડાયેલો છું મારી પાસે સરકારે નક્કી કરેલ દરેક લાઇસનસ અને પરમિશન છે પરંતુ આજથી 7 દિવસ પહેલા મારા ધંધા ને સરકાર દ્વારા સીલ મારી બંધ કરી દેવા મા આવ્યું છે આરોગ્ય વિભાગ દ્વારા. હું બધા નિયમો નું પાલન કરું જ છું,હું એક સવાલ પૂછું શુ તમારા ઘર ની રસોઇ મા કોઈ દિવસ કંઈ ભૂલ થી કે અજાણતા કંઇ પડી ગયું હોય તો શું તમે તેના માટે તમારી પત્ની ને તલાક આપી દો છો,મા ને ઘરમાં થી કાઢી મુકો છો,જવાબ છે ના...બસ એમ જ કંઇક મારી સાથે ઘટયું છે હું વરસો થી ફૂડ વ્યવસાય કરું છું લોકો ને રોજગાર આપુ છું,વરસો થી લોકો ને સારી વસ્તુ પિરસુ છું,શુ ફક્ત એક વાર કોઈ કર્મચારી ની ભૂલ ને લીધે મારા ધંધા ને સીલ મારી દેવું,ઘણા બધા લોકો ને બેરોજગાર કરી દેવા,મારી વરસો ની પ્રતિષ્ઠા ધૂળ કરી નાખવી આ કેટલું યોગ્ય.આમ જો ફક્ત એક ભૂલ ન લીધે સરકાર વ્યવસાય બંધ કરાવી દે તો આગળ જતાં કોઈ વ્યક્તિ ખાણી પીણી નો વ્યવસાય કરશે જ નહિ...તમે જ કહો સાચા દિલ થી.આ શુ યોગ્ય છે ? શું સરકાર ના કોઈ વિભાગો ભૂલ કરતા જ નથી ? અને જો ભૂલ કરે છે તો શું સરકાર તે વિભાગ ને સીલ મારી દે છે? ના ને તો આમારા જેવા ખાણીપીણી ના વ્યવસાય કરનાર લોકો સાથે આવો અન્યાય કેમ...અમારા થી જો કોઈવાર ભૂલ થઈ તો અમને નોટિસ આપો અમને તે ભૂલ સુધારવાનો મોકો આપો... આમ અમારા પેટ પર લાત ના મારો....એક ખાણીપીણી નો વ્યવસાયી.