Gujarati Quote in Microfiction by Jayshree Patel

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કલાકાર ...
વિશ્વના સજાવેલા આ રંગમંચના આપણે બધા નાના મોટા કલાકારો છીએ.ઉંચે આકાશે બેઠેલા
લેખક,દિર્ગશક અને નિર્દેશક ના ઈશારે આપણે આપણા પાત્રો ને ન્યાય આપીએ છીએ.ધરાના
આપણે તારલાઓ..પ્રેમ પામીએ,વિરહ પામીએ,
જગવિખ્યાતી પામીએ ને ઘણા ચૂપચાપ ખરીએ
જાય છે.ઘણાના જીવન અતિ સુખ તો ઘણાના
જીવન મા અતિ દુખ. ઘણા જાતે સુખની વ્યાખ્યા
સમજી જાય છે"બધા મા સુખ પામે છે"
આવા જ સુખ ની શોધ મા ફરતા ફરતા બધાના જીવનમાં પડદો પડવાનો સમય આવે
છે ત્યારે અહેસાસ,અનુભૂતી ની લાગણી..,
આકર્ષણ ને અનાકર્ષણ ના અંકો ભજવાવા માંડે
છે...નજર સમક્ષ બાળપણથી..લઈને અંતિમ ..
અવસ્થા સુધીના દ્રશ્યો ફરી વળે છે અને સર્વનું
મન કહી ઊઠે છે..."હે ઈશ્વર !હું સાચો "કલાકાર"
હતો કે નહિ..? પ્રભુ આજે તો મને કહે..? આ ક્ષણે
જ્યારે પડદો પડવા નો છે..!!!

જયશ્રી પટેલ
૨૩/૯/૧૭

Gujarati Microfiction by Jayshree Patel : 111259846

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now