वो जो हुकूमत की जंग होती तो में शाहजहाँ होता
वो औरत है उससे इश्क़ करना पड़ता है राज़ नही
તો આજે આ શેર થી વાત ની શરૂઆત કરીએ, જો હું પેહલા જ કહી દઉં કે હું ”બેટી બચાઓ, બેટી પઢાઓ” નો કોઈ સ્પીકર ને વક્તા નથી તો સ્ત્રીનો જંડો પકડીને મારી પોસ્ટ ની વાહ વાહ ભેગી કરવી એવો ઉદેશ્ય જરાય નથી,
પણ હા અમુક વાતો છે જે મારા વિચાર છે એટલું ખાલી ધ્યાન થી મજા આવે તો વાંચજો, આપડે આજે એવું કહીયે છીએ કે સ્ત્રીઓ ને જે માન સમ્માન મળે છે એનું એ લાભ ઉઠાવે છે. પુરુષ જાત આજે બોવ કામ કરી રહ્યું છે વુમન રાઈટ્સ માટે ને સ્ત્રીઓ પણ એનું સમ્માન કરે છે એ વાત સાચી છે? તો વુમન આજે એનો ગેરફાયદો ઉઠાવે છે એ પણ વાત સાચી છે. પણ એમાં સ્ત્રીનો વાંક છે એવુ મારે નથી કેવું.
કેમ કે આજ સમ્માન આજથી વધારે નય પણ વિસ વરસ પહેલાં સુધી જ્યારે પુરુષોને મળતું તો એને પણ કાંઈ એનો સદુપયોદ નથી કર્યો એટલે એ કહેવત સાચી થાય કે ”જેવું વાવો એવું લણો” અને આમ પણ કહેવાય છે કે ”તાળી એક હાથથી નથી વાગતી” વાંક આપણો પણ એટલો જ છે.
પણ હા જાતિ પુરુષ ની હોઈ કે સ્ત્રી ની નુષંષ બંને માં અમુક અમુક હોઈ છે આખી જાતિ નો એમાં જરાય વાંક નથી. ને એટલે અત્યારે જે થઈ રહ્યું છે એમાં હું કઈ જ ખોટું નથી માનતો કેમ કે આપણી જ અગાઉ ની પેઢી એ જ આ બીજ વાવ્યાતા તો હવે આપણે આજ નીંદવાનું છે.
પણ સ્ત્રીઓ માટે એટલો જ વિચાર આવે છે કે ”કુતરું માણસ ને બટકું ભરે તો એને સામે બટકું ભરવા ના જવાય બાકી કુતરામાં ને માણસ માં ફેર શુ?” તો આ વાત ને સમજો અગાઉ જે પુરુષો એ સ્ત્રીઓ ને માન નથી આપ્યું હવે જો સ્ત્રી પણ આ પરંપરા જાળવશે તો પુરુષમા અને સ્ત્રીમા કાઈ જ અંતર નહીં રે ને એ ખોટું થશે કેમ કે . આપણાં પુરાણો તથા દંતકથાઓ માં પણ એક સ્ત્રીને પુરુષ કરતા ઉચ્ચો દરજ્જો મળ્યો છે . દુષ્યંત અને શકુંતલા ના લવ ચાઈલ્ડ ભરત ના નામ ઉપર આપના દેશ નું નામ ભારત પડ્યું તેમ છતાં આજે એને ભારતમાં કેવાય છે ત્યાં પણ ”સ્ત્રીલિંગ" નો ઉપયોગ થયો છે.
તો સ્ત્રીઓ એટલુ જ કહેવાનું અપીલ સાથે કે પુરુષ જાતિ તો અબોધ બાળક જેવી છે ભૂલો કરશે અને એટલે જ સ્ત્રોઓ મેં ઉચ્ચ સ્થાન મળ્યું છે કેમ કે એ ભૂલ નથી કરતી. તો બસ એજ આશા કે સ્ત્રીઓ પણ એ જ ભૂતકાળ ને નહીં બેવડાવે તો સારું.
#બાકીતમારુશુકેવુછેભાઈબંધ .