છૂટાછેડા - સંવેદનાનું મૃત્યું
ખુબ જ સંવેદનશીલ મુદ્દો છે. છૂટાછેડા શા માટે ન લેવા/લેવા જોઈએ. મતમતાંતર પ્રવર્તે છે હા અને ના માં. ત્યારે જ લેવા જ્યારે બંને પક્ષે સાથે રહેવા માટે ની શક્યતાઓ જ નહિવત્ હોય. લાગણીના મુદ્દે કંઈ બચ્યું જ ન હોય.સાથે રહેવું એકબીજા માટે ભારરૂપ બની ગયું હોય. ત્યારે સાથે બેસીને વાતચીત દ્વારા નિર્ણય લેવાવો જોઈએ. દોષારોપણ ના બદલે યોગ્ય સમજૂતી થી પણ છૂટા પડી શકાય. બની શકે તો સંબંધ ને એક મોકો ફરી મળે એના પ્રયત્નો પણ કરી શકાય. કારણકે છૂટાં પડવું ( સારી રીતે કે ખોટી રીતે )એ એક પીડાદાયક ઘટના છે. જેની પીડ જીવનભરની હોય છે.
ક્યારેય એકબીજા પર દોષારોપણ કે બદનામી ( વ્યક્તિગત, કૌટુંબિક,સામાજિક ) ન કરવી. કારણકે લાગણીના મુદ્દે મળેલ કડવાહટ ના પ્રત્યાઘાતો બહુ ઊંડા હોય છે. કળ વળતાં ઘણો સમય વીતી જાય છે. ફરી રોજિંદા જીવનમાં સેટ થવામાં પણ મુશ્કેલી પડતી હોય છે. છુટાછેડા ની સૌથી ગંભીર કહો કે ભયંકર બાબત.... એ છે કે વ્યક્તિ ફરી કોઈ નવા સંબંધ માં બંધાઈ શકતો જ નથી. દરેક વ્યક્તિ જાણે શંકાના ઘેરામાં હોય છે. નાની નાની બાબતોમાં શંકાશીલ સ્વભાવ એના પોતાના માનસિક શાંતિ માટે પણ જોખમરૂપ બની જાય છે. એમાં પણ નિર્દોષ હોય તે વ્યક્તિ વધુ ભોગવે છે કોઈ પણ જાતના વાંકગુના વગર. ફરી સામાન્ય જીવનમાં આવતાં ઘણો સમય પસાર થઈ જતો હોય છે.
કહેવાય છેકે મનુષ્ય જીવન એકવાર મળે છે અને જો આવી ઘટના બને છે તો સમજો આયુષ્યના અડધાં વર્ષો તો આમ જ વેડફાઈ જાય છે. એટલે જ કહું છું.... ક્યારેય કોઈની સંવેદનાના મૃત્યું નું કારણ ન બનતાં. કોઈ નો સાથ પસંદ નથી. તો પ્રેમથી ચર્ચા કરી લો અને સમજૂતીથી પણ છૂટાં પડી શકાય.
? Anju Shiva ?