Gujarati Quote in Story by Anil Bhatt

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

“પપ્પા નિવૃત્ત થાય છે”
મનસુખભાઈ વિચારી રહ્યા હતા કે જિંદગી કેટલી ઝડપી વહી રહી છે.હમણાં તો જાણે લગ્ન થયા હતા,પછી
બાળકો થયા અને તે મોટા થયા ત્યાં તો હવે નિવૃતિ નો સમય આવી ગયો.સરકારી નોકરી કરતા હોય તેવું
તેને કયારે પણ તેમને લાગ્યું નહોતું. ઇમાનદારી તો તેમના શ્વાસ માં વસતી હતી.
પપ્પા નિવૃત્ત થવાના સમાચાર થી ઘરમાં જાણે ધરતીકંપ નો આંચકો આવી ગયો હોય તેવું લાગતું હતું.
હવે બધું જ બદલાય જશે.ઘર ની સવાર – સાંજ અને રાત પણ! શું ઘરના દરેકના વાણી વર્તન પણ બદલાય જશે?
હમ પાંચ જેવા પરિવારમાં મોટો મનન કોલેજના છેલ્લા વર્ષમાં,આકાશ બીજા વર્ષમાં અને રીના તો હજુ શાળા માં અભ્યાસ કરતી હતી.માતા મમતાબેન ના મમતા ભર્યા વ્યવહારથી પરિવાર સુખમય રીતે જીવન જીવી રહ્યા હતા.
મનન ના મન માં મનન ચાલતું હતું કે પપ્પા ની નિવૃતિ નો સમય નજીક આવે છે તેમ તેમ જાણે ઇ.એમ.આઇ.
ની તારીખ નજીક આવતા જે ગભરામણ ને ટેન્શન થાય તેવું થતું હતું. આકાશ એ તો ગગન વિહાર કરવાનું છોડી
દીધું હતું! રીના ને પોતાના અભ્યાસ સિવાય કોઈ વાત માં રસ નહતો.મમતાબેન જાણતા હતા કે મનસુખ કદી
કોઈના પણ સુખ ને ઓછું નહિ થવાદે.
બધા ના સુખે સુખી મનસુખભાઈ ના મનમાં આગોતરા આયોજન રમી રહ્યા હતા.પરંતુ કહેવાય છે ને કે ભોળા નો
ભગવાન છે.સમય વહી રહ્યો હતો તે કયાં કદી રોકાઈ છે? એ સાંજે મનસુખ ઓફિસે થી ખુબજ મોડા આવ્યા.
ઘરમાં બધા ચિંતાતુર હતા.મનસુખભાઈ હાથ માં મીઠાઈ નું બોક્સ લઈ ને હસતા હસતા આવ્યા બધા તેમને ઘેરી વળ્યા.મમતા,” મારી ઑફિસની મમત મારાથી છૂટતી નથી તેની સરકાર ને ખબર પડી ગયી.” મને બે વરસ
માટે મને નિવૃતિ થી દુર કરી આપ્યો છે.”

Gujarati Story by Anil Bhatt : 111253797
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now