ભૂલવાનો તને, તારી પ્રીતને, પ્રયત્ન કર્યો મે અથાગ
તો પણ નદી ના નીર, બુઝાવી શકીયા નહિ આં આગ
પ્યારે તારા, લગાવી દીધો, મારી કિસ્મત પર ડાઘ.
યાદ આવ્યો તું, જ્યારે બોલ્યાં કોયલ કે કાગ.
પળ પળ યાદ આવ્યો, પછી બહાર હોય કે હોય ફાગ
યા જ્યારે ફુલો ના સુગંધ થી મહેક્યો બાગ
ઝરણાંના અવાજ માં સંભળાયો તારા ગીતનો રાગ
દિલે કરી ટકોર, તું એને ભૂલીજ ક્યારે; તે જ લગાવી છે આં આગ
હવે શા કાજ બુઝાવી છે તને એ; જાગ જરા જાગ;
બુઝાવી શકીશ નહીં તું હવે આં આગ, બચી છે અહીં ખાલી રાખ.
Armin Dutia Motashaw