" હાર અને જીતને પચાવનાર વ્યક્તિઓ બહુ ઓછી હોય છે"
જીત લગભગ બધા પચાવી શકે પણ હાર પચાવવી બહુ અઘરુ કામ છે. જો વ્યક્તિની સતત જીત જ થતી રહે છે અને તેને કદી હાર નો સ્વાદ ના થયો હોય અને એકાએક હાર થાય તો વ્યક્તિનુ મન વિચલિત થઈ શકે છે. તે મન ઉપરનો કાબુ ગુમાવી દે છે. માટે જીવનમાં જીતનું જેટલું મહત્વ છે તેટલું જ હારનું છે. માટે વ્યક્તિએ હાર અને અને જીત બંનેને ગમે તેવી પરિશ્થિતિમાં મન ઉપર લગામ રાખવી જોઈએ.
માટે જ કહેવામાં આવ્યું હશે કે "જો મન સે હારા વો કભી જીત નહી શકેગા"
આપણે જેની જીત થઈ હોય તેવી વ્યક્તિઓ પાસે અને જેની હાર થઈ હોય તેવી વ્યક્તિઓ પાસે પણ સમય ફાડવી ને બેસવું જોઈએ , કારણ કે જીત કે હાર નું નક્કી હોતુ નથી . આપણે જેને જીત માનતા હોઈએ તેજ કદાચ છેલ્લી ઘડીએ હારમાં પરીણમતી હોય છે. કેમ કે તે લોકો જીત માં અને હારમાં તેમનું વર્તન કેવું હોય છે તેનુ ધ્યાન રાખવું જોઈએ કારણ તેમનું વર્તન આપણને આપણી હાર અને જીતમાં તે સમયે કામ લાગે છે"
"તણખો"