Gujarati Quote in Blog by Bhavna Bhatt

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*અજબ-ગજબ* લેખ...
5-9-319

આ જિંદગી છે તો ઉતાર ચઢાવ તો આવ્યાં જ કરે... ખુશી ઉદાસીની પળો તો આવ્યાં જ કરે... આંસુ સ્મિતની ઈટ્ટ કિટ્ટા તો ચાલ્યા જ કરે... પણ કોક જો આપણને સમજનાર હોય તો જીવન હળવું ફૂલ બની જાય નહીં તો અફાટ રણમાં ઉગેલા થોર જેવું બની જાય... આ જિંદગીના વળાંકો પર અજબ-ગજબ એક્સીડન્ટ સર્જાતા હોય છે.. એકાદ 'પુશ' વાગે ને જીવવાનો રસ્તો બદલાઈ જાય પણ યાત્રા તો ચાલું જ રહે છે. જીવનયાત્રાના રહી એ એક વાત ભૂલવી નહીં ‌કે જિંદગી આજે છે તો કાલે ના પણ હોય. અને આજે જે આંખોમાં હેત પ્રીતનો દરિયો હેલે ચઢ્યો હોય, કાલે કદાચ એ જ આંખો નફરતના ધગધગતા અંગારા પણ વરસાવે... આજે જે ચેહરા પર પહેલી જ નજરે સ્મિતના અસંખ્ય ફૂલો ખીલી ઉઠ્યાં હોય જોઇને. કાલે એમને આપણો ચેહરો જોતાં ધૃણા થાય.. આ બધું સ્વાભાવિક છે ! હસતાં હો તો રડવાની તૈયારી રાખો. સ્મિતના સરોવરમાં ડૂબતા પહેલાં આંસુના રણમાં રઝળવાની ક્ષમતા કેળવી લેવી જરૂરી છે નહીં તો તમારી ભાવના કોઈ નહીં સમજે.. કારણ કે દુનિયાનો આ જ નિયમ છે.... અજબ જીવનની ગજબ વાતો છે....

ભાવના ભટ્ટ અમદાવાદ.....

Gujarati Blog by Bhavna Bhatt : 111249122
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now