Forwarded
વાંચો *હૃદયસ્પર્શી* વાર્તા ‘ *બે* *કપ* *ચા* ’
ભાગ-2
એક નાનકડું છાપરું હતું ત્યાં ગાડી ઉભી રાખી અને બને જણા ત્યાં ઉતર્યા. ઘર ખાસ કોઈ મોટું નહોતું ત્રણ ઓરડા હતા એકમાં દુકાન કરી હતી બીજા બે ઓરડામાં એ લોકો રહેતા હશે એમ માન્યું. દુકાનની આગળ વેફર્સના પેકેટ લટકતા હતા. બે કુતરા એક ખૂણામાં બેઠા હતા. દુકાનમાં કે આજુબાજુ કોઈ ચહલ પહલ નહોતી. નેહલ ખુરશી પર બેઠી અને સુકેતુ એ દુકાન પાસે જઈને બોલ્યો.
“ છે કોઈ દુકાનમાં?” જવાબમાં એક સ્ત્રી આવી તેણે ચારેક વરસનું છોકરું તેડ્યું હતું. તેને જોઇને સુકેતુ એ બે વેફર્સના પડીકા બહાર ટીંગાતા હતાં એ લીધા અને કહ્યું.
“ *બે* *સ્પેશ્યલ* *ચા* બનાવોને બહેન!! ઝડપ કરજો હો!! અમારે દૂર જવાનું છે ” સાંભળીને સ્ત્રી અંદર ચાલી ગઈ. અંદર કોઈ પુરુષનો ખાંસવાનો અવાજ આવ્યો અને પુરુષ અને સ્ત્રી વાતચીત કરતા હોય એમ લાગ્યું. વાતાવરણમાં ઠંડી વધી ગઈ હતી. વરસાદ શરુ જ હતો. આજુબાજુના ડુંગરો પરથી સુસવાટા મારતો પવન છેક કાળજા સુધી ઊંડે ઉતરી જતો હતો. બને જણા વેફર્સ ખાઈ રહ્યા હતા અને આજુબાજુના કુદરતના નજારાને જોઈ રહ્યા હતાં. લગભગ દસ મિનીટ પસાર થઇ ગઈ. ચાના કોઈ ઠેકાણા હજુ હતાં નહિ!! સુકેતુ પાછો દુકાનમાં જઈને ચાની ઉઘરાણી કરી. વળી પુરુષનો ઉધરસ વાળો અવાજ આવ્યો અને પેલી સ્ત્રી આવી એ થોડી પલળી ગઈ હોય એમ લાગ્યું. આવીને એ બોલી.
“ ચા ઉકળે છે.. તુલસીના પાન વાડામાં લેવા ગઈ હતી એટલે મોડું થયું.સાહેબ થોડી વાર જ લાગશે.. બેસો તમે હમણા જ ચા આપું છું” કહીને એ વળી પાછી અંદર અદ્રશ્ય થઇ ગઈ!! નેહલ તો આજુબાજુ જોઈ જ રહી હતી. વેફર્સ ખવાઈ ગઈ હતી. ત્યાં પેલી સ્ત્રી દેખાણી. એક ડીશમાં બે મેલા ઘેલા કપ હતાં. એમાં ગરમાગરમ ચા હતી. કપ જોઇને જ સુકેતુનો મુડ ખરાબ થઇ ગયો. પણ નેહલે એનો હાથ દબાવ્યો એટલે એ શાંત રહ્યો. કચવાતા મને બેય કપ લઈને વળી પાછો એ ખુરશી પર બેઠો. એક કપ એણે નેહલને આપ્યો અને એક કપ એણે મોઢે માંડ્યો!!
“ તુલસી અને આદુના સ્વાદ વાળી અદ્ભુત ચા બની હતી. મેલાઘેલા કપનો ગુસ્સો જે હતો એ ઓગળી ગયો હતો. વરસાદી વાતાવરણમાં ગરમાગરમ ચા બનેના કાળજામાં એક અનેરો આનંદ આપી રહી હતી. ચા પીવાઈ ગયા પછી બિલ ચુકવવા સુકેતુ દુકાન પાસે ગયો. અને સોની નોટ પેલી સ્ત્રીને આપી. પેલી સ્ત્રી બોલી.
“ વિસ રૂપિયા છુટ્ટા આપોને મારી પાસે છુટ્ટા નથી” સુકેતુ એ બીજા વીસ રૂપિયા છુટ્ટા આપ્યા અને પેલી સ્ત્રીએ સો રૂપિયા પાછા આપ્યાં. સુકેતુ બોલ્યો.
“ બે વેફર્સ પણ લીધી છે એના પૈસા પણ લઇ લો”
“ વેફર્સના પૈસા જ લીધા છે.. ચાના પૈસા નથી લીધા” પેલી સ્ત્રી બોલી.
“કેમ ચાના પૈસા નથી લીધા”??? સુકેતુએ નવાઈથી પૂછ્યું.
“ ચા અમે વેચતા નથી.. આ તો આ છોકરા માટે દૂધ રાખ્યું હતું એમાંથી તમારે પીવી હતી એટલે બનાવી દીધી. બાકી ચા અમે વેચતા નથી એટલે એના પૈસા અમે નો લઈએને “ પેલી સ્ત્રી મક્કમતાથી બોલી. અને સુકેતુ એકદમ પથ્થરનું પુતળું બની ગયો. નેહલે પણ વાત સાંભળી અને એપણ દુકાન પાસે આવી ગઈ.
(ક્રમશઃ)