Gujarati Quote in Good Night by Parmar Narvirsinh

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજ કેવી થઈ અસર તારા વગર,
કોઈ પૂછે ના ખબર તારા વગર.

ભીડ જામી છે અહીં ચારે તરફ,
ને છતાં ખાલી નગર તારા વગર.

લાગણી દિલમાં જ સુંકાઈ ગઈ,
થૈ ગઈ ભીની નજર તારા વગર.

આજ મેં દિલથી સજાવી છે છતાં,
સાવ ઉજ્જડ છે ડગર તારા વગર.

ઈશ જો દે આજ મુજને સ્વર્ગ તો,
કાંઈ ના એની કદર તારા વગર.

Gujarati Good Night by Parmar Narvirsinh : 111247580
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now