English Quote in Thought by Parag Kansara

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શબ્દ, સંજ્ઞા, શૂન્ય, શાંતિ

શબ્દ એટલે મનુષ્ય જાતિનાં શૈશવકાળ દરમ્યાન થયેલી અદ્દભુત શોધ. શબ્દ એટલે સર્જકની લાગણીઓનું પ્રતિબિંબ. શબ્દ એટલે લાગણી અને જ્ઞાનનું વાહન. વિજ્ઞાન અને વેદ બન્ને શબ્દ પર આધારીત છે. શબ્દ હસાવે, રડાવે, ગલગલિયાં કરાવે. શબ્દ સ્ખલન કરાવે અને ભીનાશ પણ ઉત્પન્ન કરે. શબ્દ આંખોને ભીની કરે અને સૂકવી પણ નાખે. શબ્દ મન અને બુદ્ધિ ને વેધી શકે, હચમચાવી દે.

તો શું શબ્દ વગર કશું શક્ય નથી?

જ્યાં શબ્દો શક્ય નથી ત્યાં સંજ્ઞા કામ આવે લાગણીઓનાં વહન માટે. ગણિત પણ જ્ઞાન સંજ્ઞાઓ દ્વારા પ્રગટ કરે છે. પર્વત, પુષ્પ, સાગર એ બધી કુદરતની સંજ્ઞા છે.

તો પછી જયાં શબ્દ અને સંજ્ઞા બંને નથી ત્યાં લાગણી અને જ્ઞાનનું અસ્તિત્વ નથી. એ શબ્દહીન અને સંજ્ઞાહીન અવસ્થા શૂન્ય છે, પરમ શાંતિ છે. એ પરમ શાંતિ ને શબ્દ અને સંજ્ઞા પણ છેદી શક્તા નથી.

पराग कंसारा

English Thought by Parag Kansara : 111246996
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now