સમજીને તું તારું સંભાળ મનવા.
ના હલાવ બીજાની ડાળ મનવા.
પરાવાણી તારા મુખની છે શોભા,
વૈખરી તો સમાન છે ગાળ મનવા.
હજુ સમય છે ચેતીને ચાલજે તું,
બાંધી લે પાણી પહેલાં પાળ મનવા.
આંટીઘૂંટીમાં જ જીવવાનું છે તારે,
નાહકનો તું જીવને ના બાળ મનવા.
વ્યસનોને આદત જિંદગી ભરખતાં,
વાદવિવાદને હંમેશાં ટાળ મનવા.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.