ભજન
ભીતર વાગે છે ડાખલા જીવણજી
સતના નામે ચરે છે આખલા.
કાયા હોય તો છોડીએ રે વાલા
માયા છોડી ન જાય
ધન દોલત ને છોડીએ રે વાલા
મમત છોડી ન જાય
કર્મે પડ્યા છે બાખલા જીવણજી
સતના નામે ચરે છે આખલા.
કરમ ધરમના પોટલાં બાંધી ને
સંગ નિસર્યો છે કાશીએ
ટીલા ટપકા કરી કરીને
તીરથ તીરથ નાસીએ
અંતે ડંખ્યાં છે નાગલા જીવણજી
સતના નામે ચરે છે આખલા.
મૂકેશ કાનાની ' આખ્ખા ભગત'