આયુષી અે આવી ને મોમ આગળ ધડાકો કર્યો કે મને પ્રિતેશ ગમે છે ને હું એની સાથે જ લગ્ન કરીશ, ભલે નાત જુદી હોય ને ભલે અે આપણા થી ગરીબ હોય..
સીતાબેન નું હૃદય ધબકારો ચૂકી ગયું. ઘર માં માત્ર રાજેશભાઈ નું જ રાજ ચાલતું. ત્રણ જણ ના કહેવાતા સુખી કુટુંબ માં બધા ને મન ભરી પૈસા વાપરવા ની છૂટ હતી. પણ પોતાનું મન રાજેશભાઈ ની મરજી વગર વાપરવાની છૂટ નહોતી.
" ભાગી જા..લગ્ન કરી લે પ્રિતેશ સાથે.. હું પૈસા ની ગોઠવણ કરી આપીશ ને દૂર રહીને હૃદય ના આશીર્વાદ ની વ્યવસ્થા કરીશ.. પણ તું જતી રહે.. "
આયુષી ના આંખ માં હર્ષાશ્રુ હતાં. સીતાબેને લગ્ન ના ૨૭ માં વર્ષે આજે પહેલી વાર નિરાંત નો શ્વાસ લીધો !