Gujarati Quote in Religious by sondagar jaysukh

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કૃષ્ણનો જીવન ઉપદેશ
કૃષ્ણનો ઉત્સવ પ્રેમનો ઉત્સવછે , મિત્રતાનો ઉત્સવછે .કૃષ્ણએ પ્રેમથકી, મિત્રતાથકી માનવ જગતને ઉપદેશ આપ્યોછે,સુદામા કશુ માગતા નથી ,કૃષ્ણ બધુજ આપે ,છતાં કહેતા નથી. એવુ કહેવાયછે કે ત્રીજો કોળીયો જો સુદામાને આપે તો આખી દ્રારકાનગરી પોરબંદર જતી રહે . ટચલી આગળીએ ગોવૅધન પવૅત પોતે ઊંચોકરે ને લાકડીનો ટેકોલઇ ગોવાળોને ઊભારાખે ,જશ એકલા ન લેવાનો હોય એમા મિત્રોને ભાગ આપવાનો હોય, જશ લેવાય બધાને બોલાવવાના હોય ,મિત્રના આવી ભાવના કૃષ્ણનો ખરો ઉપદેશછે ,
જયશ્રીકૃષ્ણ બોલીને ભેગાથાય ,પછી બે પ્રેમીઓની ઈર્ષા કરનારા એટલું ભુલીજાયછે કે રાધાએ કૃષ્ણ સાથે લગ્નજ ન્હોતા કયૅા ! રાધા સુંદરછે એટલેજ ચાહે એવુંનથી; કુબજાને ખુંધછે તોય ગળે મળેછે ,સામેનો માણસ સુંદર હોય કે બદસુંદર પણ એ માણસછે એક ધબકતું જીવનછે એનો સહજ સ્વીકાર ,સુદરતાનો ભોગનહી પણ નિર્વિકાર પ્રેમ એજ કૃષ્ણનો મૂક સંદેશછે .
સત્યનો સ્વીકારછે ને ખોટું સહન કરવાની મર્યાદાછે .
શિશુપાલના ૯૯અપમાન સહન કરેછે ને ૧૦૦ મી વખતે સુંદર્શન ચક્રથી વધ કરેછે ; સટ્ટોતો એકેય પ્રકારનો રમવોજ નહી જુગાર રમવામાં પાંડવોની કેવી હાલત થાયછે એનું મહાભારત સાક્ષીછે .
- જયસુખ સોંડાગર
મહુવા

Gujarati Religious by sondagar jaysukh : 111242176
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now