જૂઓ દોસ્તો
દરકાર કેવી હોય છે
નિભિવે પ્રેમનો દસ્તુર
મૃદુતાના ઓથારે
ભ્રમરરસ ચૂસે છે
પરંતું પીડ આપ્યા વીણ પુષ્પને!
ખબર છે
જગતમાં તો
સઘળું જ ગત છે.
યૌવન, જીવન, ધનસંપત્તિ પણ
પરંતુ છે શાશ્વત જગતમાં
કેવળ ત્રણ ચીજ
માતા, પરમાત્મા, ને પ્રેમ!
અરે! કંકરનું
ભાગ્ય જાગ્યું
બની ગયો શંકર
પૂજાયો. ત્રિલોકે
મહાદેવ. રૂપે!