એકદા શમણામાં જો મને ઇશ મળે
બોલે કે માંગ માં ગ
તે આપું તને
ફટ્ટાક કરતું હું વેણ ઉચ્ચારુ
મને મારી માનો પાલવ મળે
ઝાકળ ભીના શમણાં સાથે
હેત ભર્યો માનો હાથ હો.માથે
પછી તો કુબેર.તણો ખજાનો
ફૂટી કોડી શો લાગે
રમણામા રહું કે રહું ભ્રમણામાં
રસના.રહે. સતત માનીરટણામાં
હરપળ જીવવાનુ મને મળી જાયે
મમતાભરી માતનીસાથે!
...રે
વૃક્ષ
દાનમાં
સાન્ગોપાન્ગ
સમર્પિત તું
ખરેખર તારૂ
સમર્પણ દાદ માં ગે.છે!
મા
તારા કરમાં
અમરત
તું પીરસતી
ભોજનની થાળી
ભળતો મમતાનો સ્વાદ
શું કહું?.કઇ રીતે કહું?
રોમે રોમે તૃપ્તિ નો
ઓડકાર થતો!