એક રાતની વાત છે, પ્રેમમાં ઓળઘોળ થઈ,
લખ્યો પ્રેમ પત્ર પ્રેમિકાને, બીજા દિવસે સુગંધી કવરમાં,
પ્રેમ પત્ર આપ્યો પ્રેમિકાને, વાંચતાની થોડી જ ક્ષણોમાં,
આંખમાંથી વહેવા લાગી નદી, તે જોઈ લાગ્યું કે સફળતા મળી,
પછી નજીક આવતી પ્રેમિકા, જોઈ લાગ્યું કરશે એકરાર પ્રેમનો,
નજીક આવી પ્રેમિકાએ કહ્યું, અક્ષર સુધાર વંચાતું નથી...
સિદ્ધાર્થ