Tea lovers
આજ બેઠો હતો ટફરી પર,
વીતેલા પળ ની યાદ આવી ગઈ
કંઈક અનોખુ જ સ્મિત હતુ આજ ચેહરા પર,
સ્મિત દેનાર એ દોસ્તોની યાદ આવી ગઈ
આજ મારી નહી તારી ચા, કાલે ચા બસ મારી,
એ નાદાન વાદ ની યાદ આવી ગઈ
હવે કેટલી વાર? આપજો ચા જલદી,
એ જિણવટ ભર્યા સાદની યાદ આવી ગઈ
જેમ સુદામા માટે ક્રિષ્ન અધીરો,
આજ બસ થોડી એવી જ યાદ આવી ગઈ
આજ બેઠો હતો ટફરી પર,
ને દોસ્તોની યાદ આવી ગઈ.....