Gujarati Quote in Poem by Khyati Lakhani

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મૂકને આ મેસેજ ની દુનિયાને,
ચાલને થોડી સામે બેઠેલાં સાથે પણ વાત કરી લઈએ;
ચાલને થોડું આમ પણ જીવી લઈએ..

મૂકને આ પોસ્ટ ને શેર કરવાનું,
ચાલને થોડી લાગણીઓ ને પણ શેર કરી લઈએ;
ચાલને થોડું આમ પણ જીવી લઈએ..

મૂકને આ ખોટી ઇમોજી ને,
ચાલને થોડું મિત્રો સાથે પણ હસી લઈએ;
ચાલને થોડું આમ પણ જીવી લઈએ..

મૂકને આ ગૂગલ ના જ્ઞાન ને,
ચાલને થોડું મમ્મી-પપ્પા પાસેથી પણ જ્ઞાન મેળવી લઈએ;
ચાલને થોડું આમ પણ જીવી લઈએ..

મૂકને આ યુ-ટ્યુબ ના વિડીઓ ને,
ચાલને થોડાં દાદા-દાદી ના કિસ્સા પણ સાંભળી લઈએ;
ચાલને થોડું આમ પણ જીવી લઈએ..

મૂકને આ મોબાઈલ ફોન ની ખોટી દુનિયા ને,
ચાલને થોડી સાચુકલી દુનિયા માં પણ જીવી લઈએ;
ચાલને થોડું આમ પણ જીવી લઈએ..

Gujarati Poem by Khyati Lakhani : 111236840
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now