આજે અનેરો અવસર છે રક્ષાબંધનનો. ભાઈ -બહેનના અતૂટ બંધનનો. ભાઈ અને બહેન વિશે તો શું લખું. આ સંબંધને શબ્દોમાં નથી ઢાળી શકાતો. છતાં પણ જે મેહસુસ કરું છું.
ભાઈ.. ભાઈ નાનો હોય કે મોટો હોય પણ હંમેશા મોટો બની હક જમાવે.
અને બહેન..! બહેન એટલે નાની હોય કે મોટી, હંમેશા માં બની કાળજી લે એ બહેન.
તારી કોઈ જરૂર નથી કહે ખરો.. પણ, કપડાં બહેનની પસંદના જ પહેરે એ ભાઈ...
કંઈ સારો નથી લાગતો કહી ચીડવે ખરી.. પણ, મારો ભાઈ તો હીરો લાગે છે કહી સખીઓ સામે પોરસાઈ એ બહેન..
ઘરમાં ગમે તેટલો ઝઘડો કરે પણ બહાર એના વિશે એક પણ શબ્દના સાંભળે એ ભાઈ - બહેન.
આપ સૌને મારા તરફથી રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છા...