Gujarati Quote in Poem by Rinku Panchal

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્યારા દેશવાસીઓ,....
ઓળખી મને???

૭૨ વર્ષની વૃદ્ધા ને વળી થોડી અસ્વસ્થ છું..!
હા, હું તમારા સૌની વ્હાલી પંદરમી ઓગસ્ટ છું..!!

મારા જન્મદિનની ઉજવણીના ભાગરૂપે ઠેરઠેર વાગતા રાષ્ટ્રગીતો અને વહેલી સવારમાં ઘરમાં થઈ રહેલા ટીવીના ઘોંઘાટથી...
એક દિવસની મીઠી ઊંઘમાં ઉભું કરતું કષ્ટ છું..!
હા, હું તમારા સૌની વ્હાલી પંદરમી ઓગસ્ટ છું..!!

આજના દિવસે દુપટ્ટો,ટેટુ ,કાગળ કે કાપડ થઈને કોઈના શરીર પર,કોઈના ચહેરા પર કે કોઈની ગાડીમાં લહેરાતી રહીને...
ગરીબ બાળકનાં હાથે વેંચાવામાં મસ્ત છું..!
હા,હું તમારા સૌની વ્હાલી પંદરમી ઓગસ્ટ છું..!!

ભગતસિંહ,શાસ્ત્રી,બોઝ,ગાંધી,તાત્યા જેવા મહાનુભાવોના લોહીથી જન્મેલી અને આજે ૭૨ વર્ષ પછી પણ ઓક્સિજન પર જીવતી...
મારા નામે ચરી ખાતા દેશદ્રોહીઓથી ભ્રષ્ટ છું..!
હા, હું તમારા સૌની વ્હાલી પંદરમી ઓગસ્ટ છું..!!

મહિનાઓ પહેલાથી મારી ઉજવણી માટે ગરીબોના પેટ કાપીને
એના જ પૈસે મારા માટે થતા બેફામ ખર્ચને જોઈને શર્મિન્દા..
બેકારી, ભૂખમરો અને ભ્રષ્ટાચારથી ત્રસ્ત છું..!
હા, હું તમારા સૌની વ્હાલી પંદરમી ઓગસ્ટ છું..!!

શાળાના બાળકો એ મહિનાઓ પહેલાથી હોંશે હોંશે તૈયાર કરેલા નાચગાન જોઈને આજે ૭૨ વર્ષે પણ હરખાતે હૈયે....
ભૂલકાંઓ દ્વારા કરાતી ઉજવણીમાં વ્યસ્ત છું..!
હા, હું તમારા સૌની વ્હાલી પંદરમી ઓગસ્ટ છું..!!

ધર્મ અને નાત- જાતના નામે સતત દંગાઓ થતા હોવા છતાં
આજની ઉજવણી માટે સૌને એક થતા જોઈ થાય છે કે....
વૃદ્ધ થઇ હોવા છતાં આજે પણ જબરજસ્ત છું..!
હા, હું તમારા સૌની વ્હાલી પંદરમી ઓગસ્ટ છું..!!

શાળાના અભ્યાસક્રમમાં નિબંધ થઈને ઉગી અને સરકારી નોકરિયાતોની રજા,નેતાઓનું હથિયાર,દેખાડો અને...
સરહદ પરનાં જવાનોના કફનમાં જ અસ્ત છું..!
હા, હું તમારા સૌની વ્હાલી પંદરમી ઓગસ્ટ છું..!!

-નીતા.સોજીત્રા.

Gujarati Poem by Rinku Panchal : 111236693
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now