Concentration વધારવાના 5 ઉપાય..
( સમય કાઢીને એક વખત જરૂર વાંચવુ)
1) તમને જે પણ વસ્તુ ધ્યાન ભટકાવે તેને તમારાથી દુર કરી દો.
2) સોશિયલ મીડિયાથી દુર થઇ જાવ, કારણ કે તમે જોયું હશે તમે જ્યારે મોબાઈલ સાથે લઈને બેસો છો તો દર ૫ મિનિટ એ તમારું ધ્યાન ત્યાં આવેલ નોટિફિકેશન પર જતું રહેતું હોય છે,
વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલું છે કે તમે જ્યારે મોબાઈલની નોટિફિકેશન વારંવાર જૂઓ છો તો ઓટોમેટિક તમારું માઈન્ડ તે મુજબ સેટ થઈ જાય છે અને તે એક સમયે પ્રોગ્રામિંગ બનીને એક સમયે કોઈપણ નોટિફિકેશન ન આવી હોય તો પણ તમારું ધ્યાન ત્યાં જવા માટે મજબૂર કરી દે છે.
3) Deep સ્ટડી કરો મતલબ જ્યારે વાંચવા બેસો ત્યારે ફક્ત વાંચવામાં જ પરોવાઈ જવું,
જેમ કે તમે ક્રિકેટ રમીને આવ્યા છો અને વાંચવા બેઠા છો તો તમને ખબર નહિ પડે પરંતુ તમારું માઈન્ડ વારંવાર તેના વિચારોમાં જ જતું રહેશે,
હવે તેનો ઉપાય એક જ છે પોતાના માઈન્ડને એ રીતે સેટ કરવું કે કોઈએક સમયે ફક્ત એક જ કામ કરે, હા થોડું અઘરું કામ છે પરંતુ થોડો સમય લાગશે સેટ કરવામાં એક વખત થઈ ગયા પછી તમને પછીથી જોવું નહિ પડે.
4) જેમ બને તેમ એકલા રહેવાની આદત પાડો,
જેમ લોકોની વચ્ચે વધારે રહેશો તેમ તમારું માઈન્ડ ડાઈવર્ટ થશે કારણ કે તમામ લોકો તમારું સારું કહેવાના નથી કોઈક વ્યક્તિ કઈક કહી જશે તો તમને તેના જ વિચારો આવ્યા કરશે.
5) યોગા, મેડિટેશન અને શાંત મ્યુઝીક આ ત્રણેય એ પ્રકારે તમારા માઈન્ડને પ્રેક્ટિસ આપશે કે તમે એકાગ્ર બની જશો,
ક્યારેય તમેં વિચાર્યું છે કોઈ સાધુ વર્ષો સુધી તપસ્યા કરે છે તો તે કેવી રીતે શક્ય બનતું હશે?
એક જ જગ્યા પર વર્ષો સુધી બેસવું ન જમવાનું ન મિત્રો ન સ્વજનો ન મોહમાયા તમામ વસ્તુ ત્યાગવી અપડા માટે તો અશક્ય છે પરંતુ થોડું કરી શકીએ જેથી જીવનમાં સફળતા તો ચોક્કસપણે હાંસલ કરી શકાય.
- (એનાલિસિસ પર આધારિત)