મને અચાનક એવું લાગ્યું કે આ કવિતાઓ નું ભૂત મને કેમ વળગ્યું..!
પણ હવે સમજાયું કે આ તો મારા ગામ ની કંકાવટી નદીમાં બે વર્ષ પછી બે-કાંઠે પાણી વહ્યું અને મારું મન હિલોળે ચઢ્યું.
મારું ગામ એટલે જામનગર જિલ્લા નું હડિયાણા.
એ જ હડિયાણા કે જે આ કવિતા લખનાર શ્રી કરસનદાસ માણેક ની જન્મ ભૂમિ છે.
અને હા એમના દીકરા કિશોરભાઈ માણેક અમારા ગુજરાતી શિક્ષક હતા?
મને એ સમજાતું નથી કે શાને આવું થાય છે ?
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !
ટળવળે તરસ્યાં, ત્યાં જે વાદળી વેરણ બને,
તે જ રણમાં ધૂમ મૂસળધાર વરસી જાય છે !
ઘર વિના ઘૂમે હજારો ઠોકરાતા ઠેરઠેર,
ને ગગનચૂંબી મહેલો જનસૂનાં રહી જાય છે !
દેવડીએ દંડ પામે ચોર મૂઠી જાર ના,
લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે !
કામધેનું ને મળે ના એક સુકું તણખલું,
ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે !
છે ગરીબો ના કૂબામાં તેલ ટીપું ય દોહ્યલું,
ને શ્રીમંતો ની કબર પર ઘી ના દીવા થાય છે !
– શ્રી કરસનદાસ માણેક
આભાર?