*બસ એક તારી ઝંખના*
મારો આ હાથ તારો હાથ ઝંખે છે
આ જિંદગી બસ એક તારો જ સાથ ઝંખે છે,
મારી આ આંખો તારો દીદાર ઝંખે છે
આ જિંદગી બસ એક તારો જ વિચાર ઝંખે છે,
હવે રસ્તાઓ પણ તારો સંગાથ ઝંખે છે
આ જિંદગી બસ એક તારો જ સાથ ઝંખે છે,
આ હૃદય તારા નામનો ધબકાર ઝંખે છે
આ જિંદગી બસ એક તારો સ્વિકાર ઝંખે છે,
આ મુખ બસ તારું જ નામ ઝંખે છે
આ જિંદગી બસ એક તારી જ સલામ ઝંખે છે,
આ મન બસ તારા જ સ્મરણ ઝંખે છે
આ જિંદગી તારા વિનાની હવે હર ક્ષણ ડંખે છે... !
- *સાવન પથિક*