આ પેન પણ આજે જીદે ચઢી છે
મનાવી કેટલી ને કેટલી ફોસલાવી
બીજી દિશા તરફ પણ તેને વાળી
ન માની તે તો બસ લખવું તે લખવા લાગી
દબાયેલી લાગણી ઓ અને સ્નેહ વ્યક્ત કરવા લાગી
મન ના કોઈક ખુણે સંતાયેલી યાદો તાજી કરવા લાગી
તારા સ્વરુપ ને અક્ષરો દ્વારા જીવંત કરવા લાગી
કહેવાયેલી , ન કહેવાયેલી , ગુંચવાઈ ગયેલી
ક્યારેક શુકુન આપતી , ક્યારેક દર્દ આપતી ,
એવી લાગણીઓ ની ભરતી શબ્દ બનીને વ્યક્ત થવા લાગી
એ પળો ને ક્ષણો જે વર્ષો પહેલાં જીવાયેલી હતી
તે શબ્દો ના સ્વરુપે ફરી થી જીવંત થવા લાગી
ને ફરી થી આ જિદ્દી પેન મને તારા વધુ નજીક લાવવા લાગી...
#pooji