વર્ષો પહેલા અમેરિકામાં વિશ્વના તમામ દેશોની ધર્મ પરિષદ યોજાઈ હતી. ભારતના ધર્મ પ્રતિનિધિ તરીકે સ્વામી વિવેકાનંદે એમાં હાજરી આપી હતી. દરેક દેશના ધર્મ પ્રતિનિધિએ પોતપોતાના ધર્મગ્રંથ મંચ પર એક થપ્પીમાં ગોઠવી દીધા.
ભારતનો ધર્મગ્રંથ ગીતા થપ્પીમાં સૌથી નીચે હતો એ જોઈ કેટલાક ધર્મ પ્રતિનિધિઓએ ભારતના પ્રતિનિધિ સ્વામી વિવેકાનંદની મજાક ઉડાવતા કહ્યું કે સ્વામીજી આપનું ધર્મ પુસ્તક ગીતા તો બિચારું સૌથી નીચે દબાઈને પડ્યું છે, બસ એનું મૂલ્ય આટલું જ???
પણ વિવેકાનંદ જેમનું નામ, ચહેરા પર એક આછેરા સ્મિત સાથે એ ધર્મ પ્રતિનિધિઓને રોકડું પરખાવતા બોલ્યા: અમારો ધર્મગ્રંથ ગીતા એ દરેક ધર્મનો પાયો છે, હું મારું પુસ્તક ત્યાંથી સહેજ પણ ખસેડીશ તો તેની ઉપરના તમામ પુસ્તકો સીધા નીચે પટકાશે!!!
પેલા ધર્મ પ્રતિનિધિઓ સ્વામીજી સામે ઝંખવાણા પડી ગયા.