હે ઇશ્વર તમને લોકો મંદિર મસ્જિદમાં શોધે છે
ધબકતા રુહમાં વસોને લોકો પથ્થરોમાં ગોતે છે
હસવું આવે ઘણીવાર હરકતો જોઈને લોકોની
મિશન પાર કરજે કહિ કિલો લાડુમાં પટાવે છે
પ્રભુ તમારું પણ કહેવું પડે! કૃપા બાબતે
ચુમ્માળીસ વીરોમાંથી અેક પણ બચાવી ન શકે ?
ખોટું લાગે તો વાંધો નહિં આજ કહિં દઉં તને!
હજારો વીરો મોતને ભેટે જરા પણ દયા નથી તને?
ધીરે ધીરે શ્રધ્ધા ઘટી રહી છે કિસ્સા જોયા પછી
લાજ લૂંટે ત્યાં તું દાંત કાઢી ખૂણે બેઠો હોય છે