ટૂંકી વાર્તા.,,
મૃત્યુ...નિશ્ચિત દિવસ..
દરેક ના જીવનમાં એક નિશ્ર્ચિત દિવસ.પણ છતાંય કેવી જિંદગી ની મહેચ્છા ?ન આવે એ પહેલી આશા ! કેમ એ કોઈ નથી જાણી શક્યું.નિલમ પણ આવા એક આશાના ઝૂલા પર ઝૂલી રહી હતી, ઝૂલાની દોર પ્રભુના હાથ માં છે એ સત્ય પણ હતું. નિલમ આજે જ નિશાદને કહી રહી હતી ,"મને અંબાજી દર્શને લઈ જા".નિશાદને ઑફિસમાંથી રજા મળે તેમ નહોતી તેથી તે કાંઈ પણ બોલ્યા વગર જ નિકળી ગયો.
મનમાં ચાલતી ભાંજગડ ને કારણે ગુસ્સે થઈ નિલમ પોતે ચિટ્ઠી લખી ફ્રિજ પર ચિપકાવી નિકળી ગઈ. તેને કેટલાક ખરાખોટા વિચારો આવી ગયા,એ બસમાં બેઠી કે તરતજ તેણે પોતાની મા ને જણાવ્યું કે તે અંબાજી જાય છે.બસ નંબર આપ્યો ને નિશાદને જણાવવાનું કહી ફોન સ્વીચ ઓફ કરી બંધ કરી દીધો. નિશાદને જ્યારે જાણ થઈ એ થોડો દુઅઃખી થયો,પણ મન મનાવી લીધું કે શાંત થશે એટલે પાછી આવી જશે.
સાંજે નિશાદ ઘરે આવ્યો ત્યારે લગભગ સાત વાગ્યા હતા,તેણે આદત પ્રમાણે ખીચડી મૂકી શાક સમારી વધારવાની તૈયારી કરી ત્યાં ફોન રણક્યો સાસુમાએ પૂછ્યું , "નિલમ આવી ગઈ?"થોડીવાર મૌન પછી નિશાદ બોલ્યો ,"ના". ફોન કટ કરી તે એટલુ જ મનમાં બોલ્યો ,"ક્યારે શાંત થશે..?"નિલમ ને ફોન કર્યો પણ સ્વીચ ઓફ જ આવ્યા કરતો હતો. નાની નાની વાતની કાળજી લેવી કેટલી જરૂરી છે એ સત્ય પણ હતું ,ક્યારેક એવું લાગે છે કે તે પણ જીદ કરે છે. જવાબ આપ્યો હોત તો! સમયાંતરે એક ફોન કરી દેનારી નિલમ આજે હદ જ કરી નાખી.
જરા વિચારો ને શાંત કરે ત્યાં તો સામેવાળા રમેશે સમાચાર આપ્યા કે એક અંબાજી જતી બસમાં બોમ્બ ફૂટ્યોને ઘણા બધા યાત્રીઓ *મૃત્યું * પામ્યા છે.નિશાદને તો આભ તૂટી પડ્યું હોય તેવું લાગ્યું. તેણે સાસુમા ને ફોન કરી બસ નંબર પૂછ્યોને બસ સ્ટોપ પર પહોંચ્યો. નંબર જણાવી તપાસ શરૂ કરી ખરેખર નિલમની જ બસ હતી. નિશાદ હારી ગયો,એણે ચુપચાપ ખૂણામાં જઈ બે શબ્દો ઉચ્ચાર્યા ,અંતે *મૃત્યુએ શાંત કરી"*.હમેશાં મૃત્યુથી ડરનારી સામે ચાલી ને મૃત્યુ ને ભેટવા ગઈ.શા માટે ભગવાને મૃત્યુના નિશ્ર્ચિત દિવસને નક્કી કરી રાખ્યો હોય છે.?
જયશ્રી પટેલ
૯\૮\`૯