Gujarati Quote in Blog by Chaitanya Joshi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હાલ રે મનવા આપણે માનવ થઈને રહીએ.
જન્મે માનવ તો પછી કર્મે શાને જુદા પડીએ?

કરીને કૃપા ઇશ્વરે મનખાદેહ આપ્યો આપણને,
મૂક્યો વિશ્વાસ માનવજાત પર ખુદ હરિવરેને,
શીદને એની આસ્થામાં હવે ઊણા ઊતરીએ?...1.

હાથ, હૈયું ને મગજ હોય પછી શું જોઈએ?
મહેનતે કિસ્મત ઉજળું કરીને જ જંપીએ.
છોને મુસીબતો આવે કેટલી કદી ના ડરીએ....2.

આતમબળનું પાથેય જીવનમાં રહે ભરપૂર.
સફળતા પણ સહેજે મળે ના રહે પછી દૂર.
પુરુષાર્થી થઈને કદી પગ પારોઠ ના ભરીએ.....3.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Blog by Chaitanya Joshi : 111232374
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now