Gujarati Quote in Jokes by Amita Patel

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નવા_દુઃખો૩#સીઝન૩

સોનેરી દુઃખો
***********
આ ડોકટર પાસે મારા દુઃખો ની દવા નથી. કોણ દૂર કરશે ? કોની પાસે જાઉં ? કોકે કહ્યું , જ્યોતિષી ને બતાડો. ઓહ હા, અે તો હું ભૂલી જ ગઈ.
જ્યોતિષી ને મારી કુંડળી બતાડી. જોઈ ને એમણે કહ્યું, ઓહોહોહો.. આવી અદભૂત કુંડળી મે કોઈ જોઈ જ નથી. લાખો માં એક ! કોઈ ભાગ્યશાળી હોય એને જ આવા દુઃખો હોય.! મેં કહ્યું, ઉપાય બતાવો. તો એમણે કહ્યું કાલ થી રોજ કૂતરા ને રોટલી નાખો.
લો, આ તો સરળ ઉપાય ! હવે હું દુઃખો માં થી છૂટી જઈશ ? બીજે દિવસે કૂતરા માટે ગરમ રોટલી સરસ ઘી ચોપડી ને નાખી, અે તો સૂંઘી ને ખાધા વગર જ દૂર ભાગ્યું. બાજુ માં બેઠેલા ભિખારી અે હસી ને કહ્યું, આ ખાલી ઓરિયો બિસ્કીટ જ ખાય છે .?
બીજા દિવસે મેં જોશી ને કહ્યું, કે બીજો ઉપાય બતાડો. એણે કહ્યું રોજ આંગણું વાળનાર ને ચા પીવડાવો. મેં એને ત્રણ દિવસ ચા પીવડાવી, ચોથા દિવસે મને કહે, કે બેન મને તમારી ચા નથી ભાવતી, મને રોકડા આપી દો ?
ફરી જોશી અે ઉપાય સૂચવ્યો, કે એમ કરો,કોક લુલા, લંગડા કે પાગલ ભિખારી ને જમાડો. સામાન્ય ભિખારી તો મળી રહે, આ તો સ્પેશિયલ ભિખારી શોધવાનો હતો. જમવાનું સરસ લઇ ને એને શોધતી હું રસ્તે જતો હતી, ત્યાં દૂર એક લંગડો ભિખારી દેખાયો. નજીક જઈ ને જોયું તો અે તો મસ્ત મલાઈ કુલ્ફી ખાતો હતો ( જમ્યા પછી નું dessert !)
બીજા દિવસે મે જોશી ને કહ્યું, તમારે આજ ના જમાના પ્રમાણે અપગ્રેડ થવાની જરૂર છે.તમને ખબર જ નથી કે શું ઉપાય સૂચવાય !
સાંભળી ને એ ગુસ્સે થઈ ગયા છે, અને હું ફરી હતી ત્યાં ની ત્યાં.. એટલે કે રાબેતા મુજબ..દુઃખી !

Gujarati Jokes by Amita Patel : 111231785
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now