રીસેસ.....?
કેવો સુંદર શબ્દ... ?
સ્કુલ માં હતા ત્યારે સાંભળતા જ
મન ખુશી થી ભરાઈ જતું..,
અમુક સમય ની મર્યાદિત રીસેસ માં
કેટલું યે જીવી લેતા,,,
ભણતર ના ભાર માં થી
હળવા થવાની એ રીસેસ..,
કાશ, જિંદગી ની પણ આવી
એક રીસેસ હોત
બધી જવાબદારી માં થી
આઝાદ થઈ ને પોતાની ખુશી ઓ માટે પોતાની જાત માટે જીવવાની
પણ એક "રીસેસ" હોત...