Gujarati Quote in Poem by Parmar Bhavesh

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ તે વરસાદ છે કે અતિથિ..!
બોલાવી બોલાવી થાક્યા મોંઘેરા મહેમાન ની જેમ.
(જામનગર)

આ તે વરસાદ છે કે ચીપકુ..!
આવ્યો છે તો જતો નથી ગુંદરિયા મહેમાન ની જેમ.
(સુરત)

આ તે વરસાદ છે કે સફાઈ કામદાર..!
લાગે છે કે કચરા સાથે કામનું તાણીને જશે દરિયામાં.
(વડોદરા)

આ તે વરસાદ છે કે સરકારી બાબુ..!
હોમ અને હવનની રિસ્વતો આપી થાક્યા ત્યારે પધાર્યા.
(સર્વત્ર)

આ તે વરસાદ છે કે ગુજરાત એસ.ટી..!
રાહ જોવડાવી થાક્યા, મોડે મોડે આવ્યા તો બ્રેક ફેઈલ
(સુરત)

આ તે વરસાદ છે કે નાનું છોકરું..!
વરસી જ પડ્યો મનાવી થાક્યા કજીયો શાંત જ ન થાય.
(સુરત)

મારી કવિતા તો આવીજ હોઈ ભઈ, આથી સારું આપણને ન આવડે..! માફ કરજો..!

© ભાવેશ પરમાર.

Gujarati Poem by Parmar Bhavesh : 111230528
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now