પરિવાર હાઉસ ભાગ૨
હા..વિચાર માથી બહાર આવતા એના મમ્મી એ જવાબ આપ્યો. તું હમણાં ફ્રેશ થઈ ને નાસ્તો કર ને પછી થોડો આરામ કરી લે . પપ્પા આવે એટલે આપણે વાત કરીશું .
યુગના રૂમમાં ગયા પછી એના મમ્મી રેણુ બેને તરત જ એમના હસબન્ડ ને કોલ કર્યો ને બધી જ વાત કહી દીધી. જેનાથી તે સાંજે યુગ ને સારી રીતે સમજાવી શકે. સાંજે જેવા પપ્પા ઘરે આવ્યા કે તરત જ યુગે બોલવાનું ચાલુ કર્યું. પપ્પા મને દાદા દડી ને પાછા લાવવાનો આઈડિયા મળી ગયો. ઓહ.. શું આઈડિયા છે મને પણ તો કહે.. પ્રણવ ભાઈ એ અજાણ બનતા પૂછ્યું. અડોપ્શન પપ્પા. યુગે કહ્યુ. આ સાંભળી ને પપ્પા એ તરત. યુગ સામે જોયું ને હસવા લાગ્યા ને પછી પોતાના દીકરા ને સમજાવતા બોલ્યા : બેટા અડોપ્શન ચાઈલ્ડ નું એટલે કે તારા જેવડા કે તારા થી નાના બાળક નું થાય , કોઈ પેટ જેમ કે કેટ , ડોગ જેવા પાલતુ પ્રાણી નું થાય , દાદી દાદા કે માં બાપ નું અડોપ્શન ના થાય. આવું થોડી હોય . છોકરાઓ ને મા બાપ ની જરૂર હોય તો કોઈ છોકરા ને મા બાપ ની જરૂર ના હોય યુગે એના ગુસ્સભર્યા અવાજ માં કહ્યું. પણ બેટા મા બાપ ના અડોપ્શન માટે કોઈ જગ્યા જ નથી . ક્યાંક તો હશે ને આપણે શોધીશું. યુગે પપ્પા ને કહ્યું. યુગ હવે સમજશે નહિ.એમ લગતા મમ્મી પપ્પા એ એણે કહ્યું . સારું બેટા આપણે શોધીશું આવી જગ્યા બસ. ચાલ હવે જમી લઇએ. પછી તો દરરોજ યુગ સાંજે એના પપ્પા ને એક જ પ્રશ્ન પૂછતો ' પપ્પા મળી એ જગ્યા જ્યાંથી આપણે દાદી દાદાનું અડોપ્શન કરી શકીએ ? '
રેણુ બેન તો આ વાત થી કંટાળી ગયા હતા એ એમના હસબન્ડ ને પણ કહેતા કે યુગ ની આ જીદ આપણે કોઈ રીતે છોડાવી જ પડશે . પણ કોણ જાણે એમના મનમાં શું હતું કે એ તો યુગ ને કઈ કહેતા જ નહતા. ઉલટા નું એ તો એમનો વાઇફ ને સમજાવતા કે રેણુ યુગનો વિચાર અલગ છે પણ ખોટો નથી જ , જો શહેરમાં એવા કેટલાય માં બાપ હશે જેનું ગુજરાન ચલાવવા વાળું કોઈ નહિ.હોય , કેટલાય એવા હશે ને જેને છોકરા નહિ હોય. રેણુ મને એક વિચાર આવ્યો છે જેનાથી યુગ ને દાદી દાદા ની ખોટ પણ નહિ લાગે અને આવા કેટલાય લોકો ને ઘર જેવા વાતાવરણ માં રહેવા પણ મળી જશે, શું કેહવુ તારું ? હા