Gujarati Quote in Blog by Prashant Soni

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*વડોદરા આજે સવારે*

વડોદરા શહેર મા હવે વરસાદ છેલ્લા કેટલાક કલાક થી થંભી ગયો છે અને પાણી ઓસરી રહ્યા છે. આ ઉતારતા પાણી એ કંઈ કેટલા એ લોકો ના પાણી ઉતારી નાંખ્યા છે.

મોંધી કાર હોય કે રીક્ષા કે પછી સાઇકલ બધા ને એક સમાન સ્તર પર લાવી ને રાખી દીધા. સૌ ગઈકાલે એક સાથે ચાલતા, જોવા મળ્યા,

જે લોકો રસ્તા પર ની ઝુપડી મા રહે છે તેમની ઝુપડી પાણી મા હતી, જેમની પાસે સારા ઘર છે તેમના ઘરે પહોંચવાના રસ્તા પાણી મા હતા ......કેટલાક કલાકો માટે બન્ને બેઘર હતા. બન્ને સમાન હતા.

કોઈક જગ્યા એ જરુરીયાતમંદો માટે ફુડ પેકેટ ની સેવા તો કોઈક જગ્યા એ મોકો જોઈને દૂધ ની એક થેલી પર દસ પંદર રૂપીયા વધારે પડાવી લેતા લોકો જોવાયા. આજે એમનો દિવસ હતો. આવુ તો રોજ એરકન્ડીસન્ડ ઓફીસ મા પણ થતું હોય છે જેને કદાચ આપણે બીઝનેસ સ્ટ્રેટેજી કહીએ છે. આજે ખાલી પાત્ર બદલાયા હતા.

મને તો પાવડર નું દૂધ ફાવે જ નહી એવું કહેનાર , સવાર ની એક ચા માટે પ્રોવીઝન સ્ટોર ની લાઈન મા જોવા મળ્યા જ્યારે રોજ જેના નસીબ મા આજ ની ચા મળશે કે નહી એવો સવાલ હોય છે એવા લોકો માટે આ એક ચા વીના નો સામન્ય દિવસ હતો.

કોણ મજબુર તેવો સવાલ મન મા થાય...

રોજ માવો ખાવા માટે પાન ના ગલ્લા સુધી પણ કાર વગર ન જવા વાળા કેટલાય ની કાર હજી સુધી બંધ હાલત મા રસ્તા પર પડી છે.અહંકાર ના વાઘા પહેરી ફરતા માણસ ને કુદરત ની એક જ નાની અમથી ટકોરે જમીન પર લાવી ને રાખી દીધા.

મોબાઈલ ટાવર અને ઘર મા પાવર વગર ના થોડાક જ કલાકો એ લોકો ને વ્યાકુળ બનાવી દીધા કદાચ કાલે કોઈ પરીસ્થીતી વસ આ બધુ છોડવાનું આવે તો .,,,,

સારી બાજુ પર નજર કરીએ તો મદદ માંગનાર અને મદદ કરનાર કોઈ પણ જાત ની ઓળખાણ ,સંબધ , નાત, જાત, ધર્મ, ધનીક કે ગરીબ ના ભેદ વગર હાલ પૂરતા એક જોવા મળ્યા.

આશા રાખીએ કે કાલ થી જીવન પાટા પર આવી જશે. બધી તકલીફો ભુલાઈ જશે પણ આજે મદદ અને ભાઈચારા નું જે વાતાવરણ જોવા મળી રહ્યું છે તે કાયમ રહે

કદાચ કુદરત પણ આપણ ને એ જ યાદ અપાવવા અને આપણે પાછા જમીન થી જોડવા આ સંકેત આપી રહી છે.

જોઈ એ આપણા ટાવર આ સિગ્નલ પકડે છે કે નહી.

_*ધોધમાર*_

Gujarati Blog by Prashant Soni : 111229587
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now