નવરોઝ મુબારક
સબક્તા પગલે, નાવરોઝ આવ્યો , સાથે ખુશાલી લાવ્યો.
મારી આ ખુશાલી જતાવવા રચું હું, સુંદર નવા કાવ્યો.
પારસીઓ નો સુર્ય, ખોર્શેદ ય ઝ દ ફરી એકવાર ચમકતો ઊગે
ફરી ઓ ખુદા તું અમને રાહ દેખાડ; આં મારી અરજ તુને પુગે.
અમારી જનસંખ્યા ફૂલે ફળે, વરૃદ્ધી થાય આખા સમાજની.
ઈચ્છું છું હું, કરે તું કબુલ મારા ખરા દિલ થી માંગેલી દુઆ આજની .
બધાં સંપીને રહે, કોમની ખૂબ પ્રગતિ થાય, અનેક મીઠા બળુદાઓ બક્ષજે અમને .
આં કલ્પના મારી, કોમળ અને સુંદર છે, કબૂલ જરૂર કરજે તું એને.
આં નવું વર્ષ, ય ઝ ૧૩૮૯ હર એક રીતે મુબારક થાય આપણને.
Armin Dutia Motashaw