"તારે નોકરી કરવી હોય તો કર .મને કાંઈજ વાંધો નથી પણ 'તારી ' નોકરી ના લીધે 'મારાં ' ઘરમાં કોઈ પ્રોબ્લેમ્સ ન થવા જોઈએ." શિખા ને લગ્ન પછી તેના પતિ માનવ એ કહ્યું. પરંતુ નોકરી કરતી શિખા 17 લોકો ના પરિવાર સાથે કેવીરીતે નિભાવી રહી છે એ જાણવાનું કે તેના પ્રોબ્લેમ્સ જાણી ને દૂર કરવાની જવાબદારી માનવ ની નહોતી . એણે to શિખા ને નોકરી કરવાની 'રજા ' આપીને બહુ જ મોટો ઉપકાર કર્યો તેની ઉપર અને પોતે એક લિબેરલ હસબન્ડ હોવાનો પુરાવો આપ્યો . લગ્ન ના થોડા વર્ષો સુધી શીખાએ નોકરી ની સાથે સંયુક્ત કુટુંબ ની જવાબદારી પુરી નિષ્ઠા થી નિભાવી. પરંતુ આમ કરવામાં તેણે પોતાની તંદુરસ્તી ગુમાવી કારણકે કુટુંબ પ્રત્યે વહુની જવાબદારી હોય પણ વહુ પ્રત્યે કુટુંબની કોઈ જ જવાબદારી ન હોય . શિખા કહેવાતા સંયુક્ત કુટુંબ ને છોડી શકે તેમ ન હોવાથી આખરે શીખાએ તંદુરસ્તી અને જોબ એ બે વચ્ચે પસંદગી કરવીજ પડી.તેણે તંદુરસ્તી પસંદ કરી .શું તેની પસંદગી સાચી હતી ?આજે લગ્ન ના 18 વર્ષ પછી એકલી બેસી ને તે વિચારી રહી છે.
મહેરબાની કરીને નિર્ણય લેવામાં તમારા વિચારો જણાવી તેની મદદ કરશોજી .