“મે આજે ફરી એક નિખાલશ ના દર્શન નિહાળ્યા
એ આંખો અગણિત સપનાઓ હતા
ચેહરા પર રોનક ને હૈયા માં હિંમત
વાતો માં સ્પષ્ટતા અને બાવળા માં બળ
મે આજે ફરી એક નિખાલશ ના દર્શન નિહાળ્યા
દરેક ના કપડા સામાન્ય હતા
પણ દરેક ના વિચારોના રંગ બ્રાન્ડેડ હતા
મે આજે ફરી એક નિખાલશ ના દર્શન નિહાળ્યા
પગ માં ભલે ને સીલ્પર ન હતા
દરેક ના ડગલા માં મક્કમતા નો રણકાર હતો.
પણ મે આજે ફરી એક નિખાલશ ના દર્શન નિહાળ્યા “