ના મંજિલ કોઈ સંગી ના સફરમાં,
રહે છે તોય અફવાઓ ખબરમાં.
જગતને જીતવા નિકળ્યા હતા એજ,
સૂતાં છે સોડ તાણીને કબરમાં.
સતત જીવંત લાગે ગામ નાનું,
સતત હાંફે છે સૌ મોટા નગરમાં.
કદી મળશે મજલનો હાશકારો.!
તૃષ્ણા ખર્ચાઇ ગઇ સઘળી ડગરમાં.
નવું લખવા ન દે મન કર્મનો બંધ,
કલમ ચાલે છે સ્વાભાવિક બહરમાં.
-અશોક વાવડીયા