કવિ હૃદય
કલ્પનાઓ નો જીવતો જાગતો નમૂનો એટલે કવિ હૃદય
તરંગો માં, સંવેદનશીલ એનું હૃદય, સર્વદા મારતું હોય ગોટા
પરાયું સુખ જોઈ એ ઝૂમી ઉઠે
પરાયા દુઃખમાં થાય એ બહુ દુઃખી
એનું હૃદય છે કોમળ અને સંવેદનશીલ , બિલકુલ મીન જેવું.
કુદરત ના રંગોમાં એ ઢળી જાય, મૌસમમાં એ ખોવાઈ જાય
નદી ની જેમ એની કલમ વહે, સાગર જેમ તરંગો ઉછળે
ઝીલ ની જેમ એ શાંત થાય ; તો કદી ઊંચા પહાડો પર ઉડે.
પ્રીતમ ની પ્રીત માં એ ડૂબી જાય, લોહીમાં કલમ ડુબાડી રચનાઓ રચે
કવિ હ્રદય નું શું કેહવુ, સૂર્યાસ્ત વેળા એ સાગર માં સમાય
તો પૂનમનો ચાંદ જોઈ એ ખીલી ઉઠે, એની કલ્પનાઓ ની જેમ
Armin Dutia Motashaw