Gujarati Quote in Blog by Chaitanya Joshi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હરિએ કર્યું હશે વિચારી, શ્રેષ્ઠ સર્જન ઇશનું નારી,
સમર્પણે જીવન શણગારી,શ્રેષ્ઠ સર્જન ઇશનું નારી.

સદા સેવાતણી ભેખધારી,દેતી પતિગૃહને સઁવારી.
સહનશીલતા જેની ભારી, શ્રેષ્ઠ સર્જન ઇશનું નારી.

વ્રતવિધાનને આચરનારી, કુટુંબ ખાતર ભોગ દેનારી.
પતિવ્રતાનું વ્રત રાખનારી, શ્રેષ્ઠ સર્જન ઇશનું નારી.

આસ્થા ઇશપ્રત્યે એકધારી, માનતા આખડી લેનારી.
પતિ અનુકૂળ હોય રહેનારી, શ્રેષ્ઠ સર્જન ઇશનું નારી.

શિશુકાજ મમતાની ભંડારી, ગૃહલક્ષ્મી બિરુદ ધારી.
માન મર્યાદાને જાળવનારી, શ્રેષ્ઠ સર્જન ઇશનું નારી.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Blog by Chaitanya Joshi : 111226823
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now