આ દુનિયા ઝડપી બની છે પણ સંબંધો ને પણ ઝડપી બનાવવા જરૂરી છે ખરા, મિત્રો સાથે બેસી ને શાંતી થી ચા પીવી, પત્ની સાથે બેસી સાથે જમવું,માતા પિતા પાસે બેસી આખા દિવસો ની વાતો કરવી,નાના બાળકો ને ધીમે ધીમે મોટા થતા જોવું, આ બધું સમય ને રફતાર ને ઓછી કરી ને જ માણી શકાશે એટલે જ કોઈ કે કીધું છે, (વર્ક ફાસ્ટ લીવ સ્લૉ, ) કામ ઝડપી કરો જિંદગી શાંતી થી જીવો.