Gujarati Quote in Thought by ધબકાર...

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રોદણાં રડવા...

આ એક ગુણધર્મ છે જે મનુષ્ય નામની પ્રજાતિમાં જ જોવા મળે છે. બાકી પૃથ્વી પરના તમામ જીવ પ્રકૃતિ સાથે સુમેળ સાધી ને એ પ્રમાણે સંતોષથી જીવતા હોય છે. એક મનુષ્ય જ એવું પ્રાણી છે જેને વાતે વાતે રોદણાં રડવાની વત્તે ઓછે અંશે આદત હોય છે. અને આમાંથી કદાચ હું અને તમે પણ બાકાત નથી. દરેકની જિંદગીમાં ક્યારેક તો એવો સમય આવ્યો જ હશે કે એણે કોઈ ને કોઈ વાતના રોદણાં રડ્યા જ હોય.

હવે એમાં પણ ઘણાબધા પેટા પ્રકાર છે. ઘણા લોકો પૈસાના નામે રોદણાં, ઘણા સંબંધોના નામે, ઘણા પ્રેમનાં નામે, ઘણા ભવિષ્યના નામે, ઘણા ઘરના નામે... કોઈ થોડા સમય માટે તો ઘણા તો એવા પણ જોવા મળે કે કાયમ કોઈને કોઈ વાતના રોદણાં જ રડ્યા કરતા હોય. નાની વસ્તુને પણ મોટું સ્વરૂપ આપીને કોઈ ઇસ્યૂ ના બનાવે તો એમને ચેન ના પડે.

Actually આ સ્વભાવમાં વણાઈ ગયું છે. વર્તમાનમાં ઘણું બધું હોય એ દેખ્યા વગર બસ આ સ્વભાવના લીધે માણસ દુખીજ દુખી થઈ રહ્યો છે. જિંદગી વ્યવસ્થિત માણી જ નથી શકતો. બસ આ રોતડ વ્યવહારમાં દિવસો અને વર્ષો કાઢે છે.

ચાલે આપણે આ સ્વભાવમાંથી બહાર નીકળી આગળ વધીએ અને એક વ્યવહારુ જીવન જીવીએ અને જીવાડીએ. હું પણ શરુવાત કરું તમે પણ કરો.

*****

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

Gujarati Thought by ધબકાર... : 111225933
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now