જિંદગીને જો સરળ રીતે જીવવી હોય તો એના માટે આપણી પાસે Life Map હોવો જરૂરી છે પણ આપણે Life Map વગર જ જિંદગી જીવીએ છીએ એટલે જ ક્યારેક જિંદગીના GPS વગરના રસ્તામાં ભુલા પડી જઇએ છીએ.બાકી જિંદગી તો સરળ જ છે આપણે એને ગૂંચવણ ભરી બનાવી દઇએ છીએ.ક્યારેક સરળ રીતે સરળ સંબંધ બાંધજો તો જિંદગી ક્યારેય જટીલ નહીં લાગે.આપણે સરળ સંબંધમાં પણ જટીલતા ઊભી કરવા માટે ટેવાઈ ગયા છીએ અને હવે આપણને આ જટીલતાથી પ્રેમ પણ થવા લાગ્યો છે કારણ કે એવું આપણે માનીએ છીએ કે જિંદગી તો આવી જ છે અને આ રીતે જ ચાલવાની છે.ના, જો જટીલ ભરી જિંદગી ન ગમતી હોય તો એને સરળ બનાવવાની કોશિશ કરો કેમ કે જિંદગી આપણને મોકા આપતી જ હોય છે આપણી ન ગમતી વસ્તુઓ બદલવાના પણ આપણે આપણી ઉલઝનોને લીધે એ મોકા જોઈ નથી શકતા અને ક્યારેક આપણે Best મેળવવા માટે Better ગુમાવી દેતા હોઈએ છીએ.હવે નક્કી આપણે કરવાનું છે કે આપણે જિંદગી પાસેથી શું જોઈએ છે અને શું મેળવી શકીએ છીએ.આખરે જિંદગી તો આપણે જ જીવવાની છે લોકો તો માત્ર સલાહ અને અભિપ્રાયો આપશે પણ કોઈ આપણી જિંદગી નહીં જીવે.માટે જિંદગીમાં એ જ કરો જે આપણને ખુશ કરે!!